કોરોના વાયરસ સંક્રમણનાં નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ દેશે તાજેતરમાં તે તબક્કો પણ જોયો જ્યારે દરરોજ ચાર લાખથી વધુ દર્દીઓ નોંધાતા હતા. આ જ કારણ છે કે, મે મહિનાને આ મહામારીનો સૌથી ઘાતક મહિનો માનવામાં આવે છે. માત્ર 21 દિવસમાં દેશમાં 70 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. મૃત્યુના સંદર્ભમાં પણ આંકડા ભયજનક છે. પ્રથમ લહેરની તુલનામાં સેકન્ડ વેવના કારણે વધુ તબાહી મચી છે.
શુક્રવારે, મે મહિનામાં કોરોના સંક્રમણનો 70 લાખનેના આંકડાને પાર કરી ગયો. આ મહિનામાં અત્યાર સુધીમાં 71.3 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ દરમિયાન કોવિડ -19 ને કારણે 83 હજાર 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગત એપ્રિલમાં આ આંકડો 48 હજાર 768 હતો. તે દરમિયાન ચેપના કુલ 69.4 લાખ કેસ નોંધાયા હતા. ગયા વર્ષે શરૂ થયેલા રોગચાળાના સંક્રમણના કુલ કેસોમાં 27 ટકાથી વધુ માત્ર મે મહિનામાં જ જોવા મળ્યાં હતાં.
એવું કહેવામાં આવે છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કોરોના વાયરસની પ્રથમ તરંગ ટોચ પર હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના આંકડા દર્શાવે છે કે, તે દરમિયાન લગભગ 26.2 લાખ નવા કેસ નોંધાયા હતા. જ્યારે, મોતની સંખ્યા 33.3 હજાર હતી. તે જ સમયે, ઓગસ્ટ 2020માં ચેપના 19.9 લાખ નવા કેસ નોંધાયા હતા. જ્યારે મૃત્યુઆંક 28.9 હજાર થયો હતો.
મે મહિનામાં અત્યાર સુધીમાં દરરોજ સરેરાશ 4 હજાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જોકે, આમાં જૂની મૃત્યુના આંકડા પણ શામેલ છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 2 લાખ 57 હજાર 299 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ સમય દરમિયાન, વાયરસને કારણે 4 હજાર 194 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સારા સમાચાર એ છે કે, એક જ દિવસમાં 3 લાખ 57 હજાર 630 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
ભારતમાં દર્દીઓની કુલ સંખ્યા વધીને 2 કરોડ 62 લાખ 89 હજાર 290 થઈ ગઈ છે. રોગચાળામાં અત્યાર સુધીમાં 2 લાખ 95 હજાર 525 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 29 લાખ 23 હજાર 400 છે. આ વર્ષે માર્ચની શરૂઆત પછી, કેસોમાં વધારો થવાનું શરૂ થયું. નિષ્ણાંતો હજી પણ ગ્રામીણ ભારતમાં ચેપની તીવ્ર ગતિ વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.