અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની (corona vaccines) વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. (Coronavirus) રાજ્યમાં આજે વિક્રમજનક 14,352 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 7,803 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં સૌથી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. જેમાં અમદાવાદની સંખ્યા 5000ને વટાવી ગઈ છે. દરમિયાનમાં આજે 170 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે. અમદાવાદમાં આજે વિક્રમજનક 5725 કેસ નોંધાયા છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. હાલમાં રાજ્યમાં કુલ 1,27,840 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 418 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 1,27,422 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 3,90,229 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 6,656 દર્દીનાં મૃત્યુ થયા છે. પ્રતિકાત્મક તસવીર
આજે અમદાવાદમાં 5,725, અમરેલીમાં 188, આણંદમાં 124, અરવલ્લીમાં 86, બનાસકાંઠામાં 224, ભરૂચમાં 175, ભાવનગરમાં 357, બોટાદમાં 53, છોટાઉદેપુરમાં 69, દાહોદમાં 216, ડાંગમાં 22, દેવભૂમિ દ્વારકામાં 40, ગાંધીનગરમાં 325, ગીરસોમનાથમાં 126, જામનનગરમાં 697, જૂનાગઢમાં 261, ખેડામાં 157, કચ્છમાં 177, મહીસાગરમાં 166, મહેસાણામાં 469, મોરબીમાં 68, નર્મદામાં 58, નવસારીમાં 128, પંચમહાલમાં 107, પાટણમાં 210, પોરબંદરમાં 47, રાજકોટમાં 534, સાબરકાંઠામાં 106, સુરતમાં 2120, વ઼ડોદારમાં 631, વલસાડમાં 124 મળીને કુલ 14,352 નવા કેસ નોંધાયા છે. પ્રતિકાત્મક તસવીર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 26, આણંદમાં 1, અરવલ્લીમાં 4, બનાસકાંઠામાં 5, ભરૂચમાં 2, ભાવનગરમાં 4, બોટાદ, છોટાઉદેપુરમાં 1-1, દોહોદમાં 2, ડાંગરમાં 0, દેવભૂમિ દ્વારકા-ગાંધીનગર, ગીરસોમનાથમાં 1-1, જામનગરમાં 18, જૂનાગઢમાં 5, કચ્છમાં 12, મહીસાગરમાં 2, મહેસાણામાં 4, મોરબીમાં 7, પંચમહાલમાં 1, પાટણમાં 4, રાજોકટમાં 13, સાબરકાંઠામાં 6, સુરતમાં 27, વડોદરામાં 14, વલસાડમાં 13 મળીને કુલ 170 મોતનો સમાવેશ થાય છે. તસવીર: Shutterstock
<br /> રાજ્યમાં આજે 1,67, 977 વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 95,11, 122 વ્યક્તિે પ્રથમ ડોઝનું અને 21, 11,484 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. આમ રાજ્યમાં કુલ 1,16, 22,606 દર્દીઓને રસીકરણ કરવામાં આવ્યું છે. આજે રાજ્યમાં 66,624 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 87,098 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. તસવીર: Shutterstock