અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટમાં (Rajkot) ફરી એક વખત હોસ્પિટલ તંત્રની (hospital) બેદરકારી સામે આવી છે. કોરોના સંક્રમિત દર્દીનું (corona patient dead body) મૃત્યુ નિપજતા પરિવારને વૃદ્ધનો મૃતદેહ પણ સોંપવામાં આવ્યો હતો. વૃદ્ધા (old age woman) કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે તે વાતથી અજાણ પરિવારજનો મૃતદેહ સ્વીકાર્યા બાદ તેને ઘરે લઈ જઈ રીતિરિવાજ મુજબ ઘરે કરવામાં આવતી અંતિમ વિધિ પણ કરી હતી. ત્યાંથી મૃતદેહ ને અંતિમ સંસ્કાર અર્થે સ્મશાન ખાતે પણ લઈ જવામાં આવ્યા હતા. જે અંતર્ગત સ્મશાન ખાતે દોશી હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ મરણ ના દાખલો જોતા સ્મશાન ખાતે ફરજ બજાવતા કર્મચારીએ મૃતદેહ કોરોના માં મૃત્યુ પામ્યો હોવાનું જણાવાયું હતું. તો સાથેજ મૃતદેહ ને કોઈ પણ જાતની કીટ પહેરાવ્યા વગર જ સ્મશાને શા માટે લાવવામાં આવ્યા તેમજ કઈ રીતે હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોના સંક્રમિત મૃતદેહ આપવામાં આવ્યો તે સહિત ની બાબતો અંગે પૂછ્યું હતું.
મૃતક વૃદ્ધા પુષ્પાબેન રાણપરાનું મૃત્યુ નિપજતા તેના ઘરે તેમના અંતિમ દર્શન માટે તેમજ સ્મશાને લઈ જવા માટે નજીકના સગા વ્હાલઓ એકઠા થયા હતા. જો કે સ્મશાન ખાતે ફરજ બજાવનાર કર્મીએ તમામ લોકોને મૃતદેહ કોરોના સંક્રમિત હોવાનું કહેતા પરિજનો ના પગ નીચે થી જમીન ખીસકી ગઈ હતી. જે મૃતદેહ ને પરિવારજનો પોતાના ઘરે બપોરના દોઢ વાગ્યા ના લઈ ગયા હતાં. ત્યાર બાદ જ્ઞાતિના રીતિરિવાજ મુજબ ઘરે થતી અંતિમ વિધિ પણ કરી હતી. તેમજ અંતિમ યાત્રા માં પણ પરિજનો જોડાયા હતા.
ત્યારે સ્મશાન કર્મીના કહેવાના કારણે મૃતક પુષ્પા બેન નો મૃતદેહ દોશી હોસ્પિટલ ખાતે પાછો લાવવામાં આવ્યો હતો. મૃતદેહ પાછો આવતા હોસ્પિટલ તંત્ર પણ ક્ષોભમાં મુકાયું હતું. કારણકે હોસ્પિટલ તંત્ર ની ભૂલના કારણે અનેક માનવીય જિંદગી કોરોના શિકાર બની શકે તેમ છે. કોવિડ 19ની ગાઇડ લાઈન મુજબ કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થાય તો મૃતદેહ ને તેના પરિજનો ને સોંપવાની જગ્યાએ હોસ્પિટલ થી સીધે સ્મશાન ખાતે લઇ જવામાં આવે છે.
ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં નિલેશભાઈ રાણપરાએ જણાવ્યું હતું કે, મારી માતા પુષ્પાબેન ને ત્રણ તારીખના રોજ ડોશી હોસ્પિટલ ખાતે એડમીટ કરવામાં આવ્યા હતા. એડમિટ કરતા સમયે તેમનો કોરોના નો રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો જેમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 6 તારીખ ના રોજ તેમને ઓક્સિજનની કમી થતાં તેમને ઓક્સિજન આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે આજરોજ સવારમાં મારા પુત્રએ મને જણાવ્યું હતું કે દાદીને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. ત્યારે બપોરના એકાદ વાગ્યા આસપાસ દોશી હોસ્પિટલ ના તબીબોએ કાર્ડિયોગ્રામ કાઢીને જણાવ્યું હતું કે આપના માતા હવે નથી રહ્યા. ત્યારબાદ અમે મારી માતા નો મૃતદેહ લઈ ઘરે પહોંચ્યા હતા. તેમજ જ્ઞાતિના રીત રિવાજ મુજબ નજીકના સગા વ્હાલાઓને જાણ પણ કરી હતી.
સ્મશાનેથી મૃતદેહને પરત લાવ્યા બાદ પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર અને અનેક રજૂઆત કરી હતી પરંતુ કલાકો સુધી તેમને દોશી હોસ્પિટલ ખાતે રાહ જોવી પડી હતી. કલાકો સુધી રાહ જોયા બાદ પરિવારજનો ને હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપની માતા ના મૃતદેહને નાનામોવા સ્મશાન ખાતે અંતિમવિધિ ની વ્યવસ્થા કરી આપીએ છીએ. આમ, દર્દીનું મૃત્યુ નિપજ્યા બાદ પુષ્પાબેન રાણપરા નો દેહ પૂર્ણતઃ પંચમહાભૂત માં 12 કલાક બાદ વિલય થવા પામશે.