હરિન માત્રાવાડિયા, રાજકોટ : રાજકોટની સિવિલ હોસ્પિટલ બહાર ખૂબ મોટી લાંબી લાઈનો જોવા મળી રહી છે. સિવિલની અંદર આવેલી કોવિડ હોસ્પિટલ ના ગેટ થી ચૌધરી હાઈસ્કુલ ના ગેટ સુધી એમ્બ્યુલન્સને લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. દર્દીઓ ૧૦૮ મારફતે, ખાનગી એમ્બ્યુલન્સ મારફતે પોતાના ખાનગી વાહનો મારફતે, ટેમ્પામાં લાઈનમાં ઉભા રહે છે. અમુક દર્દીઓ પાસે વાહનોની સગવડ નથી હોતી તેથી તેઓ રીક્ષામાં પણ પહોંચે છે.
તમામ દર્દીઓને ઓક્સિજન સાથે વાહનો ની અંદર જ સારવાર આપવામાં આવી રહી છે કેમકે હોસ્પિટલ સુધી પહોંચતા દર્દીઓને ઓછામાં ઓછું બે થી ત્રણ કલાક રાહ જોવી પડે છે તે દરમિયાન તેમને વાહનોમાં સારવાર આપવામાં આવે છે. પરંતુ આજે સિવિલ હોસ્પિટલ ખાતે અલગ દ્રશ્યો જોવા મળ્યા.
જે રીતના દર્દીઓને બેથી ત્રણ કલાક ગ્રાઉન્ડમાં વેઇટિંગમાં ઉભવું પડે છે ત્યારે અમુક દર્દીઓના સગાએ આજે એમ્બ્યુલન્સની લાઈનમાં પોતાના ટુ વ્હીલર રાખી દીધા હતા અને જ્યારે પણ તેમનો વારો નજીક આવે ત્યારે દર્દીઓને તેમના ઘરેથી ખાનગી વાહન કે એમ્બ્યુલન્સ મારફતે લેવામાં આવે છે અથવા તો જે રીતના એમ્બ્યુલન્સમાં વેટિંગ જોવા મળે છે.
જેને કારણે પણ લોકો હવે પોતાના ટુ વ્હીલર લાઈનમાં રાખે છે અને જ્યારે પણ તેમનો વારો નજીક આવે ત્યારે એમ્બ્યુલન્સ મારફતે અથવા 108 મારફતે અથવાતો ખાનગી વાહનો મારફતે પોતાના વજનને સિવિલ હોસ્પિટલ સુધી લઈ આવે છે.
મહત્વનું છે કે જે રીતના ભારે ગરમી પડી રહી છે ત્યારે સીવીલ હોસ્પીટલ પાછળ ચૌધરી હાઈસ્કુલ ખાતેથી કે જ્યાં પેશન્ટોને વાહન પર લઈ જવા અને મૂકવામાં આવે છે ત્યાં પણ બેથી ત્રણ કલાક વેઇટિંગ હોવાથી લોકોને ગરમી સહન કરવી પડતી હોય છે ત્યારે કારણે પણ છે કે હવે લોકો પોતાના બાઈક વાહનોની કતાર માં રાખવા લાગ્યા છે અને પોતાના દર્દીઓને ઘરે રાખવામાં આવે છે અને જ્યારે પણ પોતાનો વારો આવો નજીક હોય ત્યારે દર્દીઓને વાહનો મારફતે સિવિલમાં લેવામાં આવે છે.