કિંજલ કારસરીયા, જામનગર: સૌરાષ્ટ્રની (Saurashtra) સૌથી મોટી અને ગુજરાતની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ (G.G. Hospital) અને જામનગરના રીલાયન્સ કેર સેન્ટરમાં (Reliance Care Center) વિભાગમાં તૌક્તે વાવાઝોડુ (tautkae cyclone) ગુજરાતમાં (Gujarat) ત્રાટકવાની આગાહીના પગલે ખાસ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને પાવર સપ્લાય અને ઓક્સિજન (oxygen) અંગેની તૈયારીઓ માટે આગોતરું આયોજન કરી લેવાયું છે.
સૌરાષ્ટ્રભરના વાવાઝોડું જ્યાં ત્રાટકી શકે છે તેવા વિસ્તારોમાં ખાસ કોરોનાની મહામારી વચ્ચે હોસ્પિટલોમાં પણ સતર્કતા રાખવામાં આવી રહી છે. હાલ જામનગર માં આવેલ સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ અને રીલાયન્સ કેર સેન્ટર માં હાલ વાવાઝોડાની આગાહી ના પગલે આગમચેતીના તમામ પગલાઓ છે તે લેવાયા છે.
ગુજરાતમાં દરિયા કિનારે તૌક્તે વાવાઝોડું આગામી દિવસોમાં ત્રાટકી શકે છે ત્યારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખાસ તકેદારીના પગલાં લેવાયા છે વાવાઝોડાના સમયમાં સૌથી વધુ નુકસાન ઇલેક્ટ્રિસિટી બંધ થવાના ચાન્સિસ રહે છે. જેને લઈને અગાઉથી તમામ તકેદારી રાખવામાં આવી છે. ખાસ હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાય તો વેન્ટિલેટર અનેે જરૂરી સાધનો ચલાવવા માટે જનરેટર અને વીજ વિભાગના કર્મચારીઓ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
ગુજરાતના દરીયાકિનારે વાવાઝોડું ત્રાટકવાની દહેશત ને પગલે ગુજરાતમાં રાજ્ય સરકાર અને દરિયા કિનારાના વિસ્તારોમાં આવેલ જિલ્લાઓમાં કોરોનાની મહામારી વચ્ચે હોસ્પિટલ તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે.