કિંજલ કારસરીયા, જામનગર: ગાઝિયાબાદના ડાસના દેવી મંદિરના મહંત નર્સિહાનંદ સરસ્વતી વિરુદ્ધ મુસ્લિમ બિરાદરીમાંથી મારી નાખવાના ફતવાઓ બહાર પડ્યા હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહિ આ સંતની હત્યા કરવા માટે 300 કરોડનું ઈનામ પણ રાખ્યું છે. આ સંત વિરુદ્ધ ગુજરાતના અનેક જિલ્લાઓમાં થોડા મુસ્લિમ બિરાદરોના લોકોએ પણ દેખાવો કર્યા છે. જેમાં જામનગરમાં પણ રામ નવમીના દિવસે જ દેખાવો થયા હતા.
સંત યતિ નર્સિહાનંદ સરસ્વતીના પોસ્ટર જામનગરની મુસ્લિમ બિરાદરીના લોકોથી ભરચક એવા પટ્ટણીવાડ જેવા વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર ચિપકાવી તેના પર ચપલ પહેરી ચાલી અપમાન કરીને હિન્દુ ધાર્મિક લાગણી દુભાવવાનો જાણી જોઈને કોઈ અજાણ્યા શખ્સોએ પ્રયત્નો કર્યા હતા. આ ઘટનાને પગલે તાત્કાલિક સિટી એ.ડિવિઝન પોલીસ મથકેથી પી.આઈ.એમ.જે.જલુ અને અન્ય પોલીસ કાફલો દોડી ગયો હતો.
આ પ્રકારે હિન્દુઓની લાગણી દુભાય તે પ્રકારના કૃત્યને લઈને રવિ વિનોદભાઈ જેઠવા નામના યુવાનની ફરિયાદ નોંધી અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
સિટી એ. ડિવિઝન પોલીસે આ ઘટના અંગે અજાણ્યા વ્યક્તિઓ સામે આઈ.પી.સીની કલમ 153(ક) અને 295(ક) મુજબ ગુનો નોંધી પી.એસ.આઈ. એમ.વી.મોઢવાડીયાએ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર ઘટનાને પગલે હિન્દુઓના શ્રદ્ધા કેન્દ્ર એવા સંતોનું અપમાન કરનાર જેહાદી માનસિકતા ધરાવનાર આવા મુસ્લિમ તત્વો સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલાં લેવા જામનગર પોલીસ અને એસ. પી. દીપેન ભદ્રન પાસે હિન્દુ સેના દ્વારા માંગણી કરાઈ રહી છે. તેમજ આવા હિન્દુ વિરોધી જેહાદી વિચારધારા ધરાવતા તત્વોને ખુલ્લા પાડી શાંતિ ડહોલવાનો પ્રયાસ કરનારને કાયદાનું ભાન કરાવવા માંગણી કરવામાં આવી રહી છે. હિન્દૂ સેનાએ તાત્કાલિક કડકરીતે કાયદાકીય કાર્યવાહી માટે માંગણી કરી છે.