એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના મહામારી (Covid 19)ને કારણે ઘરમાં હાલમાં લોકો કેદ છે એવામાં જો તમે પરિવાર સાથે બેસીને ફિલ્મ જોવાનું વિચારો છો તો અમે આપનાં માટે ડિજિટલ પ્લેટફર્મ પર હાજર એવી કટલીક ફિલ્મોનું લિસ્ટ લઇને આવ્યાં છીએ જે તમે ઘરે બેઠા પરિવારની સાથે જોઇ શકો છો. આ લિસ્ટમાં પંચાયત (Panchayat), કોટા ફેક્ટરી (Kota Factory), ચાચા વિધાયક હૈ હમારે (Chacha Vidhayak Hai Humare) જેવી ફિલ્મો છે.
કોટા ફેક્ટરી : TVFની કોટા ફેક્ટ્રી એક બ્લેક એન્ડ વ્હાઇટ વેબ સીરઝ છે. જેમાં કોટામાં ભણનારા બાળકોનું જીવન દર્શાવવામાં આવ્યું છે. જેનો ડાયલોગ પ્રખ્યાત છે. બાળકો બે વર્ષમાં કોટાથી નિકળી જાય છે. પણ કોટા વર્ષો સુધી બાળકોમાંથી નથી નીકળતું.
ગુલ્લક- આ વેબ સીરીઝ એક મીડલ ક્લાસ પરિવારની સ્ટોરી છે. આ સીરીઝને આપ આસ પાસની કહાની પણ સુંદર રીતે વર્ણી લેવામાં આવી છે. આ વેબ સિરીઝ આપ ટીવીએફ અને સોની લિવ પર જોઇ શકો છો.
પંચાયત: આ સિરીઝ એક શહેરી યુવકની છે જે એક ગ્રામ પંચાયતમાં સચિવ તરીકે નોકરી કરે છે. અભિષેકનાં જીવનમાં ક્યાં શું ઘટે છે. તે મજાકીયા અંદાજમાં દર્શાવવામાં આવ્યું છે. સીરીઝમાં જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા અને રઘુવીર યાદવ જેવાં સ્ટાર્સ છે. આ સિરીઝ આપ TVF પર જોઇ શકો છો.
ચાચા વિધાયક હૈ હમારે: આ સીરિઝની બે સીઝન આવી ગઇ છે. તેને આપ એમેઝોન પ્રાઇમ પર જોઇ શકો છો. સીરીઝમાં ઇન્દોરનો રહેવાસી રૌની ભૈયા દર્શાવવામાં આવ્યો છે. જે બીજાની મદદનાં ચક્કરમાં પોતે મુસીબતમાં ફસાંઇ જાય છે. જેનું પાત્ર ઝાકિર ખાને એક્ટ કર્યું છે
એસ્પિરેટ્સ: આજકાલ આ સીરીઝ ચર્ચામાં છે. સીરીઝને આપ ટીવીએપ કે પછી યૂટ્યૂબ પર જોઇ શકો છો. આ કેટલાંક મિત્રોની કહાની છે. જે યૂપીએસસીની તૈયારીઓ કરી રહ્યાં છે.
યે મેરી ફેમિલી: આ એક પારિવારીક વેબ સિરીઝ છે. જેમાં વેકેશનમાં બાળકોની મસ્તી અને માતા પિતાની કહાની દર્શાવવામાં આવી છે જેનાંથી ઘણાં લોકો રિલેટ કરશે. આ એક 80-90નાં દાયકાની કહાની છે.
ધ સ્કેમ- 1992- પ્રતિક ગાંધીની આ વેબ સિરીઝ 1992માં થયેલાં સૌથી મોટા સ્કેમની કહાની છે. તે શેર સટ્ટાનાં હર્ષદ મહેતાની કહાની દર્શાવવામાં આવી છે. જે આપ સોની લીવ પર જોઇ શકશો