લૈલા-મજનુનું હાઇ-વોલ્ટેજ ડ્રામા : પત્નીના પ્રેમ પ્રસંગની જાણ થતા પતિ પત્નીને પ્રેમીના ઘરે મુકી આવ્યો, થયું જોવા જેવું

બિહારના ભાગલપુરમાં લૈલા-મજનુનો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો

પતિએ મહિલાને તેના ઘરે રાખવાની ના પાડી દીધી હતી. પતિ રાકેશનું કહેવું છે કે, જો તે સૂરજ સાથે ખુશ રહેવા ઈચ્છે છે તો તેની પાસે જતી રહે, તો...

  • Share this:
    ભાગલપુર : બિહારના ભાગલપુરમાં લગભગ ચાર કલાક સુધી લૈલા-મજનુનું હાઇ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યું. વાત જાણે એમ છે કે, ગરૈયાના રામાનંદ સાહના દીકરા સુરજકુમારને દિલ લઈ બેઠી પાડોશમાં રહેતી બે બાળકોની માતા. જ્યારે આ મહિલાના પતિ રાકેશકુમારે પોતાની પત્નીને કલાકો સુધી વીડિયો કોલ પર સૂરજ સાથે વાત કરતા જોઈ ગયો તો તે અકળાઈ ગયો. પતિએ પત્નીને સ્થાનિક લોકોની સહાયથી સ્વેચ્છાએ પ્રેમીના ઘરે જવાનું પણ કહી દીધુ.

    આ મામલો ભાગલપુરના નવાગછિયાના ઢોલબજ્જા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પત્નીને પ્રેમીના ઘરે જવાનું કહ્યા બાદ પતિએ મહિલાને તેના ઘરે રાખવાની ના પાડી દીધી હતી. પતિ રાકેશનું કહેવું છે કે, જો તે સૂરજ સાથે ખુશ રહેવા ઈચ્છે છે તો તેની પાસે જતી રહે, તેનાથી અમને કોઈ આપત્તિ નથી. મહિલા પણ તેના પ્રેમી સૂરજ પાસે પહોંચી ગઈ અને તેના ઘરની અંદર જવા લાગી હતી, હવે જોવા જેવી એ થઈ કે, સૂરજના પરિવારે મહિલાને ઘરની બહાર કાઢી મુકી.

    આ પણ વાંચો - Video: આ વ્યક્તિ રોડ પર બીજુ કઈ નહીં પોતાના ભાઈના લાશના ટુકડા વીણી રહ્યો છે, શું છે કાળજુ કંપી ઉઠે તેવો મામલો?

    મહિલાએ કહ્યું કે, મારે લગભગ બે વર્ષથી સૂરજ સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે. લગ્નનું વચન આપીને સૂરજ અને હું ઘણી વાર મળ્યા અને શારીરિક સંબંધો પણ બાંધ્યા. અમે સાથે જન્મ-જન્મ સાથ નિભાવવની કસમો પણ ખાધી છે. આજે જ્યારે મારા પતિએ તેને સૂરજ સાથે વીડિયો કોલ પર વાત કરતા જોઈ લીધી અને તેમણે મને પ્રેમી સાખે સાથે રહેવાનું કહેતા ઘરની બહાર કાઢી મુકી, તો હવે સૂરજ હવે બધું ના પાડી રહ્યો છે અને મને રાખવા માટે તૈયાર નથી થતો.

    આ પણ વાંચો - સુરત : શિક્ષિકાનો 14મા માળેથી કૂદવાનો દર્દનાક Live Video સામે આવ્યો, વીડિયો ઉતારનાર પણ હચમચી ગયો

    તમને જણાવી દઈએ કે, મહિલાને પહેલાથી ત્રણ વર્ષનો પુત્ર અને દોઢ વર્ષનો એમ બે પુત્ર છે. સૂરજ રામાનંદ સાહનો અપરિણીત દીકરો છે. હવે આ મામલો પતાવવા માટે ગામના મહાનુભાવો પણ સમાધાન માટે સ્થળ પર પહોંચી ગયા. તો બાતમી મળ્યા બાદ ઢોલબજ્જા પોલીસ પણ આ કેસની તપાસ કરવા લાગી ગઈ છે.
    Published by:kiran mehta
    First published:

    વાંચો Gujarati Newsઓનલાઇન અને જુઓ Live TV News18 Gujarati ની વેબસાઇટ પર. જાણો દેશ વિદેશ અને લોકલ, બોલીવુડ, રમત જગત, વેપાર અંગેના લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat Samachar.