ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી

સુરત : કર્ફ્યૂમાં ઘરમાંથી કાઢી મૂકાયેલા વૃદ્ધને માત્ર 3 મિનિટમાં પોલીસની મદદ મળી, જાણો પછી શું થયું

દીકરાએ જુદા રહેવા માટે પોતાના વૃદ્ધ પિતાને માર મારીને રાત્રે કર્ફ્યુના સમયમાં ઘરમાંથી કાઢી મુક્યા હતા. જો કે પોલીસે માત્ર 3 મિનિટમાં પહોંચી જઈ પ્રસંશનીય કામગીરી કરી હતી

કિર્તેશ પટેલ, સુરત : એક તરફ લોકો કોરોનાના કહેરનો સામનો કરી રહ્યા છે અને લોકો પોતાના માં-બાપની ખાસ કાળજી લઇ રહ્યા છે.. તો બીજી તરફ જહાંગીરપુરામાં કળિયુગી દીકરાનું કારસ્તાન સામે આવ્યું છે. આ દીકરાએ જુદા રહેવા માટે પોતાના વૃદ્ધ પિતાને માર મારીને રાત્રે કર્ફ્યુના સમયમાં ઘરમાંથી કાઢી મુક્યા હતા. જો કે પોલીસે માત્ર 3 મિનિટમાં પહોંચી જઈ આ વૃદ્ધને આશરો આપ્યો હતો અને ત્યારબાદ પુત્ર અને પુત્ર વધુ સાથે કાઉન્સિલિંગ કરીને સુલેહ કરાવી હતી. અને ત્યારબાદ  પોલીસ આ વૃદ્ધની રોજ ખબર પુછે છે. જો કે પોલીસની આ કામગીરીને લઈ પોલીસ કમિશ્નર દ્વારા તેને  ઇનામ આપ્યું હતું.

Published by: Jay Mishra
First published: April 20, 2021, 6:30 PM IST