ગીતા મહેતા, ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે , રાજ્યમાં મેડિકલ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે , હોસ્પિટલોમા જગ્યા જ નથી સ્ટાફની અછત છે. સ્મશાનો મડદા થી ઉભરાઇ રહ્યા છે. જે સ્ટાફ છે તે પણ ઓવર બર્ડનને કારણે માનસિક ત્રસ્ત થઇ ચૂક્યો છે આવામાં જન માનસમા એક જ સવાલ ઘુમરાઈ રહ્યો છે કે સરકાર લોકડાઉન કેમ નથી કરી રહી? કોરોના કહેર ને કાબૂમાં લેવા અને કોરોનાની ચેન તોડવા લોકડાઉન લાદવા માટે હાઇકોર્ટ , ડોકટરોનાં વિવિધ એસોસિએશન, વેપારી સંગઠનો અને ખુદ પ્રજા પણ લોકડાઉનની તરફેણ કરી રહી છે. પ્રતિકાત્મક તસવીર