અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની (corona vaccines) વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. (Coronavirus) રાજ્યમાં આજે વિક્રમજનક 14,352 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 7,803 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં સૌથી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. જેમાં અમદાવાદની સંખ્યા 5000ને વટાવી ગઈ છે. દરમિયાનમાં આજે 170 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે. અમદાવાદમાં આજે વિક્રમજનક 5725 કેસ નોંધાયા છે.