IPL 2021, DC vs RCB : આરસીબીની જીતમા ડી વિલિયર્સ ઝળક્યો, દિલ્હી સામે એક રને રોમાંચક જીત

ડી વિલિયર્સના 42 બોલમાં 3 ફોર, 5 સિક્સર સાથે અણનમ 75 રન, હેટમાયરના 25 બોલમાં 2 ફોર, 4 સિક્સર સાથે અણનમ 53 રન

IPL 2021, DC vs RCB : આરસીબીની જીતમા ડી વિલિયર્સ ઝળક્યો, દિલ્હી સામે એક રને રોમાંચક જીત

અમદાવાદ : એબી ડી વિલિયર્સના અણનમ 75 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-2021માં દિલ્હી કેપિટલ્સ સામે 1 રને રોમાંચક વિજય મેળવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં 5 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 4 વિકેટે 170 રન બનાવી શક્યું હતું.

મેચ અપડેટ્સ

-હેટમાયરના 25 બોલમાં 2 ફોર, 4 સિક્સર સાથે અણનમ 53 રન

-પંતના 48 બોલમાં 6 ફોર સાથે અણનમ 58 રન

-સ્ટોયનિસ 22 રને કેચઆઉટ

-પૃથ્વી શો ના 18 બોલમાં 21 રન

-સ્મિથ 4 રને સિરાજનો શિકાર બન્યો

-શિખર ધવન 6 રન બનાવી આઉટ

-આરસીબીના 20 ઓવરમાં 5 વિકેટે 171 રન

-ડી વિલિયર્સના 42 બોલમાં 3 ફોર, 5 સિક્સર સાથે અણનમ 75 રન

-રજત પાટીદારના 22 બોલમાં 31 રન

-મેક્સવેલના 20 બોલમાં 25 રન

આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર ભારતીયોની મદદ માટે આગળ આવ્યો, પીએમ કેર ફંડમાં 37 લાખ રૂપિયા આપ્યા

-પડિક્કલ 17 રને બનાવી ઇશાંતની ઓવરમાં બોલ્ડ

-વિરાટ કોહલી 12 રન બનાવી આવેશ ખાનની ઓવરમાં બોલ્ડ

-દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

બંને ટીમો આ પ્રકારે છે

દિલ્હી કેપિટલ્સ - શિખર ધવન, પૃથ્વી શો, ઋષભ પંત, સ્ટિવ સ્મિથ, માર્કસ સ્ટોયનિસ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, અમિત મિશ્રા, ઇશાંત શર્મા, આવેશ ખાન, કાગિસો

રોયલ ચેલેન્જર્સ બેંગલોર - વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, ડી વિલિયર્સ, વોશિંગ્ટન સુંદર, કાઇલ જેમિસન, ડેનિયલ સેમ્સ, ચહલ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.

Published by:Ashish Goyal
First published:April 27, 2021, 23:22 pm